કોડીનાર તાલુકાનાં ડોળાસા ખાતે લોહાણા સમાજ અને જલારામ યુવક મંડળનાં સયુંકત ઉપક્રમે પૂજ્ય જલારામ બાપાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનાં વ્યાસ પીઠે શાસ્ત્રી ડા. મહાદેવ પ્રસાદજી મહેતા બિરાજી પોતાની મધુર વાણીમાં જલારામ કથાનું રસપાન કરાવશે. આગામી તા ૨૪/૫ થી ૨૮/૫ એમ પાંચ દિવસની જલારામ કથા (જલારામ ગુણ ગાથા) નું સમસ્ત લોહાણા સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કથા શ્રવણનો સમય રોજ સાંજનાં ૪થી ૭ઃ૩૦ રહેશે. કથા બાદ સમૂહ પ્રસાદનું પણ રોજ માટે આયોજન કરવામાં આવ્યું છે.