કોડીનાર તાલુકાનાં અડવીથી પાંચ પીપળવા પેવર રોડનાં ખાતમુહૂર્તને બે વર્ષ થવા છતાં પણ હજુ આ રોડ ઉપર પેવર થયો નથી. ડોળાસા નજીકનાં પાંચ પીપળવાથી અડવી સુધીના પેવર રોડની માંગણી વર્ષો જૂની છે. રાજ્ય સરકારે ત્રણ કિ.મીની મંજૂરી આપી હતી જેમાંથી એક કિમી. સિમેન્ટ રોડ છે જે એક વર્ષ પહેલા બની ગયો છે. પણ બે કિ.મીનો પેવર રોડ બનાવવામાં ઠાગાઠૈયા કેમ કરવામાં આવી રહ્યા છે તે લોકોને સમજાતું નથી. જ્યારે આ રોડનું ખાતમુહૂર્ત થયું હતું ત્યારે ખેડૂતો બહુ ખુશ થયા હતા પણ હવે આ ખુશી ઓસરી ગઈ છે. ડોળાસા ગામની સેવા સહકારી મંડળીની ઓફિસ અદ્યતન મકાનમાં ફેરવાઈ