કોડીનારથી ડોળાસા સુધી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ફોરટ્રેક સિમેન્ટ રોડનું કામ વર્ષ ૨૦૧૫થી ગોકળગાય ગતિથી ચાલુ છે. આ રોડમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે અઢાર કિ.મી.નો આ રોડ અનેક સ્થળોએ તૂટી ગયો છે. જે નિયમ મુજબ નવો બનાવવો જરૂરી છે પણ અહીં તો આ ભ્રષ્ટાચાર છૂપાવવા ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે. ડોળાસા કોડીનાર વચ્ચે અનેક સ્થળોએ રોડમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે તે પૈકી કેટલીક જગ્યાએ આ તિરાડો બે બે ઇંચ જેટલી પહોળી થઇ ગઈ છે. જે તૂટેલો રોડ ફરી બનાવવો જ પડે પણ આ રોડમાં સિમેન્ટની રગડી પૂરવાની કાર્યવાહી ચાલુ છે. એનો અર્થ એ થયો કે આ તૂટેલો રોડ ફરી બનાવવાને બદલે થીગડાથી કામ ચલાવવાનું કારસ્તાન ચાલી રહ્યું છે.