કોડીનારથી ૪.૩૦ કલાકે ઉપડેલી બસ અમરેલી તરફ જતા ચલાલાથી એક પ્રવાસી બસમાં બેઠા હતા. તેમની તબિયત દેવરાજીયા ગામ નજીક બગડતા ડ્રાઇવર-કંડકટર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરીને પ્રવાસીને હોસ્પિટલ પહોંચાડેલ હતા. આ પ્રવાસી પાસે અંદાજે રૂ. ૩-૪ લાખ રોકડા, સોનાના દાગીના અને મોબાઇલ ફોન વગેરે વસ્તુઓ હતી. આ પ્રવાસીના પરિવારજનો હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી બંનેએ ત્યાં હાજર રહી તમામ વસ્તુ તેમને સોંપીને ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે. ડ્રાઇવર દેવાભાઈ કામળીયા અને કંડકટર અનિલભાઈ કામળિયા બંનેએ કિંમતી સામાન માલિકના પરિવારજનોને સોંપીને હોસ્પિટલમાંથી રજા લીધી હતી.