કોડીનાર જમીન વિકાસ બેંકના ડિરેક્ટર અને પ્રતિનિધિની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ ચાર ઉમેદવારો પત્ર ભરાયા હતા. જેમાં કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શીવાભાઈ સોલંકી, કિશનભાઇ બારોટ, ડિરેક્ટર તરીકે નાથાભાઈ બારડ અને કુમારભાઈ રાઠોડે ઉમેદવારી કરી હતી. જોકે અન્ય કોઈ ઉમેદવારી ફોમ રજૂ ન થતાં ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ થયા બાદ તમામ ચારેય ઉમેદવારોને બિનહરિફ વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. આ ઉમેદવારોને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, કોડીનારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિતના અગ્રણીઓએ શુભેરછા પાઠવી હતી.