કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામની સીમમાંથી ગીરસોમનાથ એલસીબીએ દેશીદારૂનો મોટો જથ્થો કબજે કરી એક શખ્સને રૂ. ૪ર હજારથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય બે શખ્સો નાસી છૂટતા પોલીસે ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગીરસોમનાથ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ઘાંટવડની સીમમાં સિંગોડા નદીને કાંઠે હિરેન રામકૃષ્ણ બાવાજી, યુનુસભાઇ બોદુ તથા બાપુમિયા કાસમમીયા દેશીદારૂ બનાવી રહ્યા છે. બાતમી આધારે પોલીસે દરોડો પાડતા ૧૪૦ લિટર દેશી દારૂ, ૬૦૦ લિટર આથો મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થા સાથે હિરેન બાવાજીને પકડી પાડ્યો હતો.