અમરેલી એસ.ટી. ડિવિઝનના કોડીનાર ડેપોની વર્ષોથી ચાલતી કોડીનાર ગાંધીનગર બસ કોડીનાર ડેપોની કમાઉ બસ છે. જે વર્ષોથી કોડીનારથી રાત્રીના ૯ઃ૩૦ કલાકે ઉપાડી વાયા અમરેલી, ઢસા થઈ સવારના આઠ વાગ્યા પછી ગાંધીનગર પહોંચે છે. પણ આ રોડ નબળો હોવાના કારણે મુસાફરોને આરામદાયક મુસાફરીનો લાભ મળતો નથી. અને રાતભર ખાડા ટેકરા વાળા રોડના હડદોલા ખાવા પડે છે.
કોડીનાર ગાંધીનગર બસ કોડીનાર અને ઉનાથી જ મુસાફરોથી ભરચક્ક થઈ જાય છે.
આ દરમ્યાન ઉનાથી ભાવનગર સુધીના ફોરટ્રેક રોડનું કામ પૂરું થયું છે. ત્યારે કોડીનાર ગાંધીનગર બસને મુસાફરોના હિતને ધ્યાને રાખી આ બસ વાયા ભાવનગર ચલાવવા માંગ ઉઠી છે.