કોડીનાર ખાતે તાલુકા સરકારી પુસ્તકાલયનાં નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન નિયામક ગ્રંથાલય ડો.પંકજ પી. ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. કોડીનારની પ્રજા માટે લાઇબ્રેરી નવા મકાનમાં ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં મદદનીશ ગ્રંથાલય નિયામક ભાવનગર વિભાગનાં એલ.આર. મોઢ, કોડીનાર દાદા દાદી મંડળનાં સભ્યો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ગ્રંથપાલની કામગીરી સંભાળતા ગોપાલભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કે.કે. રાવલ, પી.જી. મહીડા તથા એ.કે. નકુમ, ચંદુભાઈ, ગોપાલભાઈ, બ્રહ્મ સમાજના ચીમનભાઈ જોશી, જયંતીભાઈ ભટ્ટ, જીતુભાઈ જાની, ઘનશ્યામભાઈ જાની, દિનેશભાઈ જોશી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.