૨૦૧૨માં હલ્દી ઘાટીથી નિકળેલ અને ૩૧ વર્ષ સુધી પદયાત્રા દ્વારા ભારત ભ્રમણ કરનાર ગૌ માતા પર્યાવરણ અને અધ્યાત્મ ચેતના પદયાત્રા કોડીનાર ખાતે આવી પહોંચતા હિન્દુ સમાજ સંગઠન અને હિંદુ ધર્મના લોકો દ્વારા ડી.જે. સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ પણાદર રોડ પર આવેલ ડો.હરીભાઇની વાડીના મેદાનમાં ગૌ માતાની કથાનું આયોજન કરાયું હતું. ચારૂદીદી ગુરૂમાતાએ માનવ જીવનમાં ગાયમાતાનું મહત્વ સમજાવી જીવનમાં દેશી ગાય માતાના દૂધ અને ગૌમૂત્રનું મહત્વ, દેશી ગાયમાતાના દૂધથી બાળકોની બુદ્ધિમાં વધારો અને ગાયના મળ-મૂત્રનો ખેતીમાં ખાતર તરીકે ઉપયોગ કરવાથી પ્રાકૃતિક ખેતીમાં ખાતરમાં થતો ખર્ચ પણ ઘટશે તે અંગે વિસ્તૃતમાં સમજ આપી હતી. આ કાર્યક્રમનું સમાપન ગૌમાતાના પુસ્તકોનું વિતરણ કરી કરવામાં આવ્યું હતું.