કોડીનાર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજનો ૩૩ મો સમૂહલગ્ન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ લગ્નોત્સવમાં ૧૭૪ યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના આશરે ૪૫૦૦૦ જેટલા લોકોએ હાજર રહી સમાજની એકતાના દર્શન કરાવ્યા હતા. સાથો સાથ લગ્ન ઉત્સવમાં ૩૦૦૦૦ લોકોએ એક પંગતમાં બેસી સમૂહ ભોજન કર્યું હતું. સંજયભાઈ શાસ્ત્રી અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી લગ્નવિધિ કરાવવામાં આવી હતી.