કોડીનાર ખાતે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસની ઉજવણી અંતર્ગત સંસ્થામાં આવતા સેરેબ્રલ પાલસી, બૌધ્ધિક દિવ્યાંગ, સ્વલિન અને બહુવિધ દિવ્યાંગ બાળકો માટે વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્‌ટ પ્રવૃતિઓ તથા દિવ્યાંગ બાળકોના વાલીઓ માટે વિવિધ યોજનાકીય માહિતી માર્ગદર્શન શિબિર કોડીનાર મામલતદાર કે. જે. મારૂના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્‌ટને લગતી કૃતિઓ બનાવી હતી જેમાં માટીકામ, પેપર કટિંગ, ચિત્રકામ તથા કલરકામને લગતી કૃતિઓ બનાવી હતી જેને ઉપસ્થિત મહેમાનોએ નિહાળી હતી. હાજર રહેલા અધિકારીઓએ દિવ્યાંગો વિશેની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ સુંદર કાર્યક્રમ બદલ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.