કોડીનાર ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જામવાળા ગામમાં જમીન આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૨૦ પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિષય નિષ્ણાતોએ ખેડૂતોને માટી આરોગ્યના મહત્વ, જમીનમાં સેન્દ્રિય કાર્બનનું સંચાલન અને રોગ જીવાત વ્યવસ્થાપનમાં જમીનનાં સ્વાસ્થ્યના મહત્વ વિશે માહિતી આપી હતી. વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ માટી પરીક્ષણના મહત્વ અને માટી પરીક્ષણના આધારે ખાતરનો ઉપયોગ કરવાથી થતા ફાયદા વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ૧૧ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્ડ દ્વારા ખેડૂતો પોતાની જમીનની ગુણવત્તા વિશે માહિતી મેળવી શકશે અને તેના આધારે ખેતી કરી શકશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના જમીન આરોગ્ય સુધાર અભિયાનના ભાગ રૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.