ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ, કોડીનારની દીકરી કુમારી જેમિશા જયસિંહ બારડે તાજેતરમાં જાહેર થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઇનલ પરીક્ષાના પરિણામમાં શાનદાર સફળતા મેળવી છે. લાંબા સમયની સતત મહેનત, દૃઢ સંકલ્પ અને અદમ્ય આત્મવિશ્વાસના બળ પર જેમિશાએ આ અતિ મુશ્કેલ અને પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરીને સમાજ અને કોડીનાર પંથકનું ગૌરવ વધાર્યું છે.








































