કોડીનાર એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતાં મહિલા એસ.ટી. ડેપો મેનેજર પુરીબેન ડાંગરની બદલી થતાં એસ.ટી.ના તમામ કર્મચારીઓ દ્વારા ડેપો મેનેજરનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. આ વિદાય સમારંભમાં ડ્રાઇવરો, કંડકટરો અને વર્કશોપના કર્મચારીઓએ હાજર રહી ડેપો મેનેજરને શુભેચ્છાઓ પાઠવી હતી.