જિલ્લા આરોગ્ય વિભાગ ગીર સોમનાથ તથા જિલ્લા એનસીડી સેલ ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ એનસીડી વિભાગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડીનાર દ્વારા એસ.ટી. ડેપો કોડીનાર ખાતે એસ.ટી. કર્મચારીઓ તથા મુસાફર જનતાની આરોગ્ય તપાસ અંતર્ગત બ્લડ સુગર તથા બ્લડપ્રેશર ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હીનાબેન વાળા, પુષ્પાબેન બારીયા, જગદીશભાઈ બારડ, દીપીકાબેન જાદવે સેવા આપી હતી. આ કેમ્પનો એકસોથી વધુ લોકોએ લાભ લીધો હતો. ચકાસણી દરમિયાન સત્તર લોકોને વધુ સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડીનાર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન કમલેશભાઈ વાઢેળ તથા અજીતભાઈ ચાવડાએ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, એચઆઇવી, ટીબી રોગની જાણકારી માટે પત્રિકાઓનું વિતરણ તથા આઈ સી એક્ઝિબિશન કર્યું હતું.