કોડીનાર એસટી ડેપોમાં છેલ્લા પચીસ વર્ષથી પહેલા કન્ડક્ટર અને ત્યાર પછી ટ્રાફિક કન્ટ્રોલર તરીકે ફરજ બજાવતા સતીશભાઈ પી. જોશી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા વિભાગીય પરિવહન અધિકારી હિરીબેન કટાર, ડેપો મેનેજર આર.કે. મગરા તથા સમગ્ર ડેપો સ્ટાફ અને બ્રહ્મસમાજનાં અગ્રણીઓ, મિત્ર મંડળ દ્વારા તેને નિવૃત્તિ વિદાઈ અપાઈ હતી. હાજર તમામ લોકોએ તેમણે કરેલી કાર્યનિષ્ઠાની નોંધ લઇ બાકીના જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે સતીશભાઈના પિતાજી પ્રભુદાસભાઈ જોશીએ પણ વેરાવળ ડેપોમાં અને કોડીનાર કંટ્રોલ પોઈન્ટમાં પાંત્રીસ વર્ષ સુધી ફરજ નીભાવી ભારે લોકચાહના મેળવી હતી.