અમરેલી માર્કેટયાર્ડમાં દિવાળી પર્વની રજાઓ પૂર્ણ થતા લાભ પાંચમના દિને યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ થયેલ છે તેવું શૈલેષભાઈ સંઘાણીએ જણાવ્યું હતું. ખૂલતા દિવસે જ મગફળી ૯૦૦૦ મણ, સોયાબિન ૧૨૦૦ મણ, કપાસ ૮૦૦૦ મણ તથા તલની ૧૫૦૦ મણ જેટલી આવક થયેલ છે. લાલ સુકા મરચાની સિઝન શરૂ થતાં લાભ પાંચમથી તેની હરરાજી શરૂ કરવામાં આવેલ જેમાં પ્રથમ દિવસે જ ૩૦ ભારીની આવક થયેલ. આમ, રજાઓ બાદ ખૂલતા દિવસે ખૂબ જ સારી એવી આવક થયેલ તેમજ મગફળીનો ઉંચો ભાવ રૂ. ૧૨૮૦/- તેમજ સરેરાશ રૂ.૧૧૬૦/-, સોયાબિનનો ઉંચો ભાવ રૂ.૮૮૫/- તથા સરેરાશ ભાવ ૮૩૨/-, કપાસનો ઉંચો ભાવ રૂ. ૧૬૫૧/- તથા સરેરાશ ભાવ ૧૫૦૬/-, સફેદ તલ ઉંચો ભાવ રૂ.૨૫૯૦/- તથા સરેરાશ ભાવ ૨૪૧૫/-, કાળા તલ ઉંચો ભાવ રૂ.૩૮૯૫/- તથા સરેરાશ ભાવ ૩૬૩૦/- જયારે લાલ સુકા મરચા ડીલક્ષનો રૂ.ર૮૦૦ થી રૂ.૩૦૦૦/-, મિડીયમ બેસ્ટ રૂ.૨૪૦૦/- થી રૂ.૨૬૦૦/-, ફટકી લાલ કટ રૂ. ૧૦૦૦/- થી રૂ.૧૪૦૦/- તથા ફટકી ચાલુ રૂ.૬૦૦ થી રૂ.૯૦૦/- ના ભાવે વેચાણ થયેલ છે. આમ, પ્રથમ દિવસે જ સારી એવી આવક થયેલ સાથે સાથે ખેડૂતોને સારા ભાવો મળેલ તેમ માર્કેટયાર્ડના સેક્રેટરી તુષારભાઈ હપાણીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.