પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક પર વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને ૨૯૯૩ કરોડ રૂપિયાનાં ખર્ચે ૧,૩૧,૪૪૫ આવાસનું ઈ-લોકાર્પણ કર્યું હતું. જે અંતર્ગત ગીર સોમનાથનાં કોડીનાર એપીએમસી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી જોડાયા હતા. હજારો લોકોની હાજરી વચ્ચે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનની ચાવી સોંપવામાં આવી હતી. કોડીનાર તાલુકાના ૧૦૦ જેટલા લાભાર્થીઓ પાકુ ઘર મળતા ભાવવિભોર બની ગયા હતા. લાભાર્થીઓએ કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. હજુ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા પાકા મકાનો બનવાનું શરૂ છે. જેનું ખાતમુહૂર્ત પણ યોજાયું હતું. કોડીનાર ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ડો.પ્રદ્યુમન વાજા, તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર, યુનિયન બેન્ક ચેરમેન પી.એસ.ડોડીયા, નગરપલિકા પૂર્વપ્રમુખ શિવાભાઈ સોલંકી, ખ.વે.સંઘ પ્રમુખ દિલીપભાઈ મોરી, યાર્ડ ચેરમેન સુભાષભાઈ ડોડીયા, હજારો લોકો, સેંકડો લાભાર્થીઓ અને અગ્રણીઓ જોડાયાં હતાં.