કોડીનાર- ઊના હાઈવે પર ઉના તરફથી આવતી બી.એમ.ડબલ્યુ લક્ઝરી કાર નં GJ ૧૮ E B ૭૪૩૧ના ચાલકે બાઈકને ઠોકર મારી હતી. જેમાં બાઇક ચાલકનું મોત થયું હતું. આ સ્થળ પર દેવળી ગામનો રસ્તો હાઈવેને જોડતો હોય ત્યાંથી દેવળી ગામના મસરીભાઈ સીદીભાઈ મોરી (ઉ.૭૦) બાઈક પર જઈ રહ્યા હતા અને કારની ઠોકર લાગતા બાઈક ૧૦૦ મીટર સુધી ઢસડાયું હતું અને બાઇક ચાલકને ૧૦૮ દ્વારા રા.ના.વાળા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવને લઈ મૃતકના પુત્ર પ્રદિપભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.