ઉના-કોડીનાર હાઈવે પર ગતે રાત્રે અકસ્માત સર્જાયો હતો ત્યારે ફરીથી આજે સાંજે ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જોકે બસના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. કોડીનાર-ઉના ફોરટ્રેક હાઉવે પર મજેવડી વાડી વિસ્તાર નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક ન સર્જાય તે માટે રસ્તો ખુલ્લો કર્યો હતો. એસટી બસ વડોદરાથી કોડીનાર આવતી હતી. એ વખતે ઉના હાઈવે પર મજેવડી નજીક બાવાના પીપળવા ગામના ફાટક પાસે રસ્તા પર ઢાળ, રોડમાં ખાડા અને રોડ ઉપસેલો હોવાના કારણે નિમક ભરેલો ટ્રક આગળ ચાલવાના બદલે ઢોરો ચડી શક્યો નહોતો, જેના લીધે ટ્રક રીવર્સ આવતા પાછળના ભાગે આવતી એસટી બસ ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઇ હતી. એસટી બસમાં ૨૦ જેટલા મુસાફરો સવાર હતા, જેમાં કોઇને ઇજા થઇ નહોતી.