કોડીનાર ઉના ફોરટ્રેક હાઈવે મજેવડી વાડી વિસ્તાર નજીક રાત્રીના અચાનક કારનો અકસ્માત સર્જાયો હતો. આ કારમાં એક જ વ્યકિત હોવાથી ચાલકનો આબાદ બચાવ થયો હતો. જયારે અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો.જોકે આ અકસ્માતમાં કાર પલ્ટી ખાઈને રસ્તા પર ૨૦ ફુટ દૂર ફંગોળાઈ હતી અને કારની અંદર એરબેગ ખુલી ગઇ હતી. જેના કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.