ઉત્તમ સેવા, શ્રેષ્ઠ સુવિધા, સુલભ યાત્રા સંકલ્પ સાથે વિદ્યાર્થીઓને સુવિધાજનક અને શ્રેષ્ઠ પરિવહન સેવા પ્રદાન કરવાના હેતુથી કોડીનાર એસ.ટી. બસ ડેપો દ્વારા કોડીનાર-અરીઠીયા-આલીદર રૂટ પર નવી બસ ફાળવવામાં આવી છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને આનંદમય યાત્રાનો અનુભવ કરાવવાના શુભ આશય સાથે શરૂ થયેલી આ નવી બસને અરીઠીયા ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકો અને વિદ્યાર્થીઓને સરળ, સુરક્ષિત અને સુગમ મુસાફરી મળી રહેશે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સહિયારા પ્રયાસો કરનાર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ડા. પ્રદ્યુમન વાજા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, યુવા નેતા અને કોડીનાર નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ અને તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઈ રામનો અરીઠીયાના સમસ્ત ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.