ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી રોગના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ગીર સોમનાથના કલેકટર અને જિલ્લા ક્ષય કેન્દ્રના માર્ગદર્શન તળે સૌરાષ્ટ્ર સિમેન્ટ સિધ્ધિગ્રામ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે કોડીનાર તાલુકાના ૨૬ દર્દીઓને બાજરો, ચણા, મગ, ખાદ્યતેલ અને ગોળ જેવા પ્રોટીનસભર વસ્તુઓની છ મહિના ચાલે તેટલા સામાનની કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ડા. વૈશાલી બોઝ સી.એમ.ઓ.એ પ્રાથમિક સમજ આપી હતી તથા નિપુલ ઝાલા મેનેજર એચઆર વિભાગ, રશ્મિતા બારડ ઈન્ડ ફાર્માસિસ્ટ, કિર્તિ રાઠોડ સિધ્ધિગ્રામ ઉપસ્થિત રહ્યા હતા.








































