કોડીનાર નજીક શિંગોડા નદીમાં એક અજાણી મહિલા ખાબકતાંની જાણ થતાં જ કોડીનાર પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ઝડપી રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બેભાન હાલતમાં રહેલી મહિલાને બહાર કાઢી તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. ગંભીર હાલત જોતા પોલીસ જવાનો પોતાનો સમય બગાડ્યા વિના મહિલાને બાઈક પર બેસાડી સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે ઘટનાની વિગત અંગે તપાસ ચાલુ છે.








































