કોડીનાર તાલુકામાં ૩ર ગ્રામ પંચાયત અને બે મધ્યસ્થ ગ્રામ પંચાયત સમરસ થયા બાદ ર૮ સામાન્ય અને ૧ મધ્યસ્થ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પીઆઈ ચુડાસમા સહિત ૧૧૯ પોલીસ જવાનો અને ર૩પ હોમગાર્ડ જવાનોએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો.