કોડીનાર પોલીસે મૂળ દ્વારકા બંદર નજીકથી રૂ. ૮,૫૩,૩૬૧નો વિદેશી દારૂ, રૂ. ૫ લાખની બોલેરો અને રૂ. ૨૦,૦૦૦ના મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૩.૭૩ લાખના મુદ્દામાલ સાથે કોડીનારના દીપક ગોવિંદ મેર, જુબેર હાજી પાણાવઢુ અને નાથા લખમણ સોલંકીની ધરપકડ કરી છે. સ્થાનિક યુવાનોએ બોટમાંથી દારૂની હેરાફેરી થતી જોઈ પોલીસને જાણ કરી હોવા છતાં, પોલીસે વિલંબ કર્યો હોવાનો આક્ષેપ છે. ત્રીજી બોલેરો દારૂ ભરીને રવાના થવાની તૈયારીમાં હતી ત્યારે યુવાનોએ તેમને પડકાર્યા અને બાદમાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.









































