કોડીનારમાં ચારથી પાંચ પોલીસ કર્મીઓએ માસ્કનો દંડ વસુલવા યુવકની બાઇકનો પીછો કરી કારની ટક્કર મારતા કોળી યુવકને ગંભીર ઇજા પહોંચ્યાનો અને યુવકને પોલીસ કર્મીઓ દ્વારા બેફામ માર માર્યાનો આક્ષેપ કરી જવાબદાર પોલીસ કર્મીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી છે.
એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ પોલીસ કર્મીઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી કરતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાને બદલે ભોગ બનેલા યુવક સામે મોટર સાયકલમાં દેશી દારૂની હેરાફેરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં કોળી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.