કોડીનાર તાલુકામાં રવી પાકની સિઝન દરમિયાન યુરિયા અને DAP ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ વિતરણ કેન્દ્રો બહાર કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ઘણા ખેડૂતો રાત્રે ૪ વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે છતાં તેમને જરૂરી માત્રામાં ખાતર મળતું નથી. ૧૦ થી ૨૦ થેલીની જરૂરિયાત સામે ફક્ત ૨ થી ૫ થેલી જ આપવામાં આવે છે. DAP ખાતર ઉપલબ્ધ જ નથી. ખાતર વિતરણની ધીમી પ્રક્રિયા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. એક જ કર્મચારી દ્વારા બિલ બનાવવામાં આવતા લાંબી રાહ જોવી પડે છે.








































