કોડીનાર તાલુકાના શિંગોડા નદી કિનારે આવેલી મોટા પીરની દરગાહના ગ્રાઉન્ડમાં વહેલી સવારે મગર આવી ચડ્‌યો હતો.
આ અંગે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. જામવાળાથી આવેલી રેસ્કયુ ટીમે કલાકોની ભારે જહેમત બાદ મગરને પકડી જામવાળા ખાતે મોકલ્યો હતો. જ્યાંથી આ મગરને ગીર જંગલમાં શિંગોડા ડેમમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ રેસ્ક્યુમાં જામવાળા અને છારા રાઉન્ડના વનવિભાગના સ્ટાફે દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. આ મહાકાય મગર પાંજરે પૂરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.