કોડીનાર રોણાજ રોડ ઉપર આવેલ મોટર રિવાઇડિંગની દુકાનમાં ગત રાત્રિના મહાકાય અજગર ઘૂસી ગયો હતો. જે અંગે દુકાન માલિકે વનવિભાગને જાણ કરતા જામવાળા વન વિભાગ ફોરેસ્ટર એમ.આર. રાઠોડ, ટીનાભાઈ અને અલીભાઈ સહિતની રેસ્કયુ ટીમ તાત્કાલિક પહોંચી હતી અને દુકાનની અંદર ઘૂસેલા અજગરનું રેસ્ક્યું કર્યું હતું. અજગરની જાણ થતા શહેરનાં યુવાઓ મોટી સંખ્યામાં જોવા માટે પહોંચ્યા હતા.