કોડીનારમાં માતા પિતા વિહોણી દીકરીઓના વિના મૂલ્ય સમૂહ લગ્ન ઉજવાયો હતો. સમસ્ત કોળી સમાજ હરિૐ સેવા ટ્રસ્ટ ધર્મરાજ ફાઉન્ડેશન દ્વારા માતા પિતા અથવા ગરીબ દીકરીઓના લગ્નમાં કોળી સમાજના સમસ્ત આગેવાનો તેમજ દરેક સમાજના આગેવાનોએ હાજરી આપી હતી જેમાં દરેક દીકરીઓને સોનાના દાણા ચાંદીની વીંટી સેટી પલંગ થ્રી ડોર કબાટ તેમજ ત્રાંબા પિત્તળ ના ૩૦ વધુ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. જેમાં દસ હજારથી વધુ લોકોએ એકસાથે ભોજન લીધું હતું.