જીવનદિપ હેલ્થ એજયૂકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર સંચાલિત મનોદિવ્યાંગ બાળકો માટે કોડીનાર ખાતે દિવાળીના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીનાં તહેવારોની ઉજવણી ખાસ કરીને મનો દિવ્યાંગ બાળકોમાં રહેલ સુશુપ્ત શક્તિઓને બહાર કઢાવા અને મનોદિવ્યાંગ બાળકો પણ દરેક તહેવાર ઉજવી શકે તે હેતુસર કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના બાળકોએ વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરેલ હતા, રમત ગમત તથા વિવિધ રંગબેરંગી રંગોળીઓ બનાવેલ તેમજ રૂમ સજાવટ અને દિપ પસજાવટ કરી પોતાની સુશુપ્ત શક્તિઓને પ્રદર્શિત કરેલ જેને ઊપસ્થિત તમામ મહેમાનોએ જોઈ બાળકોમાં રહેલ શક્તિઓ અને કળાઓની પ્રશંસા કરેલ હતી તેમજ બાળકોને શિખવી રહેલ શિક્ષકોને અભિનંદન પાઠવેલ હતા આ તકે મનો દિવ્યાંગ બાળકોના વાલીઓ તથા નગરજનોએ ઊપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તથા બાળકો, વાલીઓ, સ્ટાફ અને મહેમાનો સાથે રાસગરબા રમ્યા હતા.