ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત કોડીનાર પોલીસે યુનિયન બેંક પાછળ ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી લીધા છે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમતા ૫ાંચ શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રૂ. ૧૬,૪૧૦ રોકડા તથા ૫૨ ગંજીપા કબજે કર્યા છે. આ સફળ કામગીરી જૂનાગઢ રેન્જના આઈ.જી. શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને
એસ.પી. શ્રી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનની ટીમે કરી છે.










































