કોડીનાર આઈસીડીએસ કર્મચારીનું બાઈક પરથી પટકાતા મોત નિપજયુ છે. મૃતકના પરિવારે પોલીસને જણાવ્યું છે કે, મારા માતા-પિતા બાઈક લઈને કોડીનાર તરફ આવતા હતા ત્યારે રાખેજના પાટીયા પાસે નદીના પુલ પાસે પહોંચતા સામેથી ટ્રક આવતો હોય જેથી બાઈક સાઈડમાં લેવા જતા બાઈકમાં પથ્થર આવતા બાઈક પરથી કાબુ ગુમાવતા માતા-પિતા બંને પડી ગયા હતા જેમાં અંજનાબેનને માથામાં ગંભીર ઈજા થતા મોત નિપજયુ છે. આ ઘટનાની તપાસ કોડીનાર પોલીસ ચલાવી રહી છે.