કોડીનાર શહેરમાં જ્યારે રૂરલ ઈલેક્ટ્રીક હતું ત્યારે વીજ બિલ ભરવા માટે શહેરમાં જ કેસ બારી હતી. જેના કારણે લોકોને પણ અનુકૂળતા રહેતી હતી. પણ અચાનક આ કેસ બારી બંધ કરી દેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે કેસ બારી બંધ થતાં હવે લોકોને ત્રણ ચાર કિલોમીટર દુર પીજીવીસીએલની હેડ ઓફિસે જવું પડે છે. એમાં પણ પોતાનું વાહન ન હોય તો રીક્ષા ભાડા ખર્ચીને બિલ ભરવા જવું પડે છે. ત્યાં ગયા પછી લાઈનમાં ઉભા રહીને ક્યારેક બપોર થઈ જાય તો વારો ન પણ આવે તેથી રૂપિયા અને સમય બન્ને વેડફાય છે. ત્યારે લોકોએ કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમન વાજા, ચેમ્બરના પ્રમુખ હરિકાકા વિઠ્ઠલાણી તથા પીજીવીસીએલના અધિકારીઓ સમક્ષ શહેરમાં જ વીજ બિલની ઓફિસ ફરી શરૂ કરવા માંગ કરી છે.