કોડીનારમાં ફટાકડા વેચાણ માટે શહેરની બહાર શિંગવડા નદીના કાંઠા વિસ્તારમાં તમામ સૂચનોનું પાલન કરવાની શરતે ઉભા કરાયેલા સ્ટોલમાં જ પરવાનગી અપાય છે. જયારે અમુક વેપારીઓનાં લાયસન્સ ઈશ્યુ ન થતાં રોષ ફેલાયો છે. જયારે બીજી તરફ કોડીનારમાં બિલાડીનાં ટોપની માફક શાકભાજીની જેમ મંજૂરી વગરની રેકડીઓ બેફામ રીતે ફટાકડાનું વેચાણ કરે છે તથા લાયસન્સ ધારકો સિવાયનાં સ્ટોલ પણ ઉભા થઈ ગયા છે અને દુકાનો પણ ખુલી ગઈ છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ તંત્ર કડક બન્યું છે પરંતુ તે કહેવા ખાતર જ કડક બન્યું છે. સર્વોચ્ચ અદાલતે ફટાકડા અંગે જે સૂચનો કરેલા છે તેનું પોલીસ તંત્ર દ્વારા પણ પાલન કરવામાં આવતું નથી કે પછી કોઈ ગંભીર ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે. જો કોઈ ગંભીર ઘટના બને તો જવાબદારી કોની તેવા વેધક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે.