કોડીનાર તાલુકા કાનૂની સેવા સમિતિ, આઇ.સી.ડી.એસ, નેહરુ યુવા કેન્દ્ર, શ્રી જય જવાન ત્રિનેત્ર અને નોબલ હેન્ડ ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે કાજ આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલાઓ તેમજ કિશોરીઓને પોષણ અને સારા આરોગ્ય માટે સારો ખોરાક આરોગવો, તેમજ સ્વછતા વિશે સમજૂતી અપવામાં આવી હતી. અશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો તેમજ બહેનો, કિશોરીઓ હાજર રહ્યા હતા.