ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ સમૂહલગ્ન આયોજક મંડળ કોડીનાર દ્વારા નપરપાલિકાના સફાઇ કામદારોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ સન્માન પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવા સોલંકી દ્વારા સફાઇ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સફાઇ કામદારોની સાથે તેમણે પોતે પણ ભોજન લીધું હતું.
તેમના આ લાગણીસભર વ્યવહારથી સફાઇ કામદારોએ ભાવવિભોર બની આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને તેમને આગળ વધવા હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા હતા.