કોડીનાર તાલુકાના મિતિયાજ, કરેડાના રસ્તાનું કામ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નોન પ્લાનીંગ કામ મંજૂર થયેલ અને ખાતમુહૂર્ત કર્યા બાદ કામ ચાલુ થયું હતું. જેમાં અંદાજે ૩૦૦ મીટરનું કામ અટકાવેલ છે તે ત્વરીત ચાલુ કરાવવા કોડીનાર મામલતદારને ત્રણ ગામના લોકોએ સાથે મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે મુજબ ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ આવવા જવામાં તેમજ માલઢોર, સામાન લઈ જવા લાવવામાં ખુબ જ મુશ્કેલી ઉભી થાય તેમ છે. તેથી તાત્કાલીક ધોરણે એજન્સીને પુરતું પોલીસ પ્રોટેકશન આપીને અટકેલું કામ પૂર્ણ કરવા આવેદનપત્રમાં જણાવાયું હતું.