ગીર સોમનાથ એલસીબી પોલીસ સ્ટાફ ગઈ કાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે કોડીનાર જંગલીશા પીર સોસાયટીમાં રહેતો બસીરભાઇ સતારભાઇ મન્સુરી પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી રૂપિયાની હાર-જીતનો તીન પત્તી નામનો જુગારનો અખાડો ચલાવે છે તેવી બાતમી મળી હતી. જેને લઈ પોલીસે બાતમીના આધારે કોડીનાર ટાઉન વિસ્તારમાં જંગલીશા પીર સોસાયટીમાં બસીરભાઇ સતારભાઇ મન્સુરી મુસ્લિમના રહેણાંક મકાન પર રેઇડ કરતા તીન પતી હારજીતનો જુગાર રમતા બસીર સતાર મન્સુરી, રજાક હુસેન સૈયદ, રફીક મમદ સૈયદને રોકડ રૂ.૩૯,૫૧૦, ગંજીપતાના પાના, મોબાઇલ નંગ -૩ કિં.રૂ.૪૦૦૦ તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ કિં.રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂ.૬૩,૫૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.