કોડીનારમાં શનિવારે સોમનાથ એકેડેમી ખાતે ગુજરાતના સ્પોટ્‌ર્સ ડેવલપમેન્ટ ઓફિસર રાજેશ કર્નલની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના કોચીસ, ટ્રેનર્સ અને ફિઝિયોથેરાપિસ્ટને વિશેષ સેમિનાર યોજી તાલીમ આપવામાં આવેલ. આ આયોજનમાં ડી એલ એસ એસ પ્રોજેક્ટ હેડ સમીરભાઈ જોશી, TSG પ્રોજેક્ટ મેનેજર જય પરીખ, પ્રોગ્રામ મેનેજર જીતસર સારુ, સોમનાથ એકેડેમીના પ્રમુખ કરશનભાઈ સોલંકી, જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલિયા ઉપસ્થિતિમાં આ સેમિનાર પૂર્ણ થયેલ.