કોડીનારમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને જાહેરમાં જુગાર રમતા પોલીસે ઝડપી પાડ્યા છે. કોડીનાર પોલીસ સ્ટાફ વેલણ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમી આધારે છારા ગામે રાંદલ માતાના મંદિરે જુગાર રમતા ઈસમો પર રેઈડ કરી હતી અને જાહેરમાં જુગાર રમતા હરેશ દેવા સોલંકી, ધનસુખ કાનજી બાંભણીયા, મુકેશ ભીખા સોલંકી, મહેશ રામજી બાંભણીયા, છગન રાજા સોલંકી અને અક્ષય જમનાદાસ બારૈયાને રોકડ રૂ.૩ર૩૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.