કોડીનાર અને તાલુકાના ઘાંટવડમાં સંત જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જન્મ જયંતી પ્રસંગે ભોજન પ્રસાદ, રાસોત્સવ, જન્મોત્સવ, પ્રભાતફેરી, શોભાયાત્રા, અન્નકૂટ દર્શન, સાધુભોજન, સન્માન સમારોહ, મહાઆરતી, પૂજન, જલારામ ગુણાનુવાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં તમામ સમાજના અગ્રણી સહિત જલારામ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.