સરકાર દ્વારા દરેક લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી પુરજાશમાં કરવામાં આવી રહી છે. જેમાં સ્વૈસ્ચ્છિક સંસ્થાઓ પણ જાડાઈને કામગીરી કરી રહી છે. કોડીનારમાં કોરોના વેક્સિન કેમ્પ યોજાયો જેમાં ભારત સરકાર તેમજ ધર્મ રાજ ફાઉન્ડેશન અને હરિ ૐ સેવા ટ્રસ્ટ દ્વારા કોડીનારમાં કોટેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં કોરોના વેક્સિન કેમ્પમાં ર૦૦ લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. આ કેમ્પને સફળ બનાવવા નરેશભાઈ ડાભી, પાલિકા સદસ્ય જે.કે. મેર, રાજુભાઈ કારવાણી, ભૂપતભાઈ ચોહાણ, હરેશ કામળિયા, દર્શનભાઈ તન્ના, કનુભાઈ પટેલ, ભરતભાઈ કામળિયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.