ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ એમ.એફ. ચૌધરીની સૂચના મુજબ ઓનલાઈન સાયબર ક્રાઈમના બનાવો જેવા કે ક્રેડિટ કાર્ડ, ડેબીટ કાર્ડ, એટીએમ, ઈન્સ્ટન્ટ લોન, લોન લોટરી, જાબ, શોપીંગ, આર્મીના નામે, ઓએલેકસમાંથી વસ્તુ ખરીદીને લગતા, યુપીઆઈ, ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામમાં થતા ન્યૂડ વીડિયો કોલ ફ્રોડ થતાં હોય છે. ભોગ બનનાર હિંમતલાલ પુરુષોતમભાઈ જાષી ધંધો.નિવૃત શિક્ષક, રહે. કોડીનાર, સરદાર નગરવાળાનાં ઓનલાઈન છેતરપિંડીમાં ગયેલ રૂ. ર૪ હજાર ૧૦૭ પરત સોંપી આપી પ્રસંશનીય કામગીરી કરી હતી.