કોડીનારમાં આઇસીડીએસ દ્વારા આંગણવાડી કેન્દ્ર નં.૧૮ ખાતે મિલન સેવા અંતર્ગત પોષણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન માતાઓને THR (Take Home Ration), સંતુલિત આહાર, માતા અને બાળકના આરોગ્ય તથા પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા કાનુની સેવા સમિતિના પીએલવી દ્વારા કિશોરીઓને “બાળ લગ્ન મુક્ત ભારત” અભિયાન અંતર્ગત બાળ કિશોરીઓને બાળ લગ્નથી શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્ય પર થતી અસરો વિશે સમજાવવામાં આવ્યું હતું.








































