કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામના આગેવાનોના સરાહનીય પ્રયાસોથી છેલ્લા ૩૦ વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ જ નથી. આ વખતે પણ ગામના તમામ આગેવાનોના સહિયારા પ્રયત્નોથી ગ્રામપંચાયત સતત ૬ઠ્ઠી વખત સમરસ બની છે. નિવૃત્ત પોલીસ અધિકારી નરશીભાઇ ડોડીયા સરપંચ તરીકે અને રમેશભાઇ ડોડીયાની ઉપસરપંચ, કાળાભાઇ ડોડીયા, રસીલાબેન સોસા, કંચનબેન વાળા, ભાવનાબેન ડોડીયા, રૂપબાઇબેન મેવાડા, કડવીબેન ડોડીયાની સભ્ય તરીકે નિમણૂંક કરાઇ છે.