કોડીનાર તાલુકાના અડવી ગામ પણ રામમય બન્યું છે. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામજીની શોભાયાત્રા અડવી ગામના મુખ્ય માર્ગ પર ફરી હતી. જ્યારે સાંજે રામજીમંદિરે મહાઆરતી બાદ ગામ સમસ્ત સમૂહ પ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો. અડવી ગામમાં કેટલાય દિવસથી ૨૨ જાન્યુઆરી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસનો ઇન્તજાર આજે પૂરો થયો હતો.
સવારના નવ વાગ્યાથી રામજીની શોભાયાત્રા નીકળી હતી. ડિજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલી હતી.
આ શોભાયાત્રા રામજી મંદિરે પૂર્ણ થઈ હતી. સાંજે રામજીની મહાઆરતી બાદ સમૂહ પ્રસાદ
યોજાયો હતો.