અમદાવાદમાં ૨૭/૧૦/ ૨૦૨૫થી ૦૩/૧૧/૨૦૨૫ દરમિયાન રાજ્યકક્ષાની ૬૯મી SGFI U-14 / U -17 / U-19 ભાઇઓ-બહેનોની જુડો સ્પર્ધા યોજાઇ હતી. જેમાં કોડીનારની DLSS સોમનાથ એકેડેમીના જુડો ખેલાડી એવા ભાઈઓ-બહેનોએ પણ ભાગ લઇને કુલ મેડલ ૭ પ્રાપ્ત કરેલ છે. જેમાં અંડર-૧૪ બહેનોમાં ૧. સોલંકી હર્ષિતા-૪૪ KG બ્રોન્ઝ, અંડર -૧૭ બહેનોમાં ૧. સર્વદી ફલક ૭૦ KG બ્રોન્ઝ, અંડર-૧૭ ભાઈઓમાં ૧. પીપરોતર મિલન ૪૫ KG ગોલ્ડ, ૨. બાંભણીયા વિવેક ૫૦ KG બ્રોન્ઝ, ૩. બાંભણીયા હર્ષિત ૬૦ KG બ્રોન્ઝ, અંડર-૧૪ ભાઈઓમાં ૧ મકવાણા કેવલ ૩૫ KG બ્રોન્ઝ, અંડર-૧૯ ભાઈઓમાં ૧. રાઠોડ રુદ્ર ૪૦ KG ગોલ્ડ, ૨. દરજદા મેરાજ ૬૦ KG સિલ્વરનો સમાવેશ થાય છે.








































