કોડીનારની રાજદીપ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારુ શિક્ષણ પૂરું પાડવાના ભાગરૂપે અંબુજા સિમેન્ટના વડનગર પ્લાન્ટ અને મૂળ દ્વારકા સ્થિત જેટીની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ સિમેન્ટ ઉત્પાદનના તબક્કા, જેમ કે ખનન, પ્રોસેસિંગ અને ગુણવત્તા નિયંત્રણ પ્રણાલીઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મૂળદ્વારકા જેટી ખાતે તૈયાર થયેલી સિમેન્ટના દરિયાઈ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનમાં બંદરોના મહત્વ વિશે સમજણ મેળવી હતી.આ મુલાકાત દ્વારા સૈદ્ધાંતિક જ્ઞાન અને ઔદ્યોગિક કામગીરીના વાસ્તવિક અનુભવ વચ્ચેના ભેદને સમજાવવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલ ભરતભાઈ મોરી અને મેનેજિંગ ડાયરેક્ટર મહાવીરભાઈ બારડે વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવી, પ્રાયોગિક શિક્ષણ પ્રત્યેની શાળાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ડાયરેક્ટર અશ્વિનભાઈ બારડના માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.